સુરત શહેરમાં મનપાના અધિકારીઓની કામગીરીને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે. કતારગામ ઝોન ઓફિસની બહાર 10 થી વધુ અધિકારીઓએ પોતાની ઓફિસની બહાર‘મોબાઇલ પ્રતિબંધ’ની નોટિસ લગાવી છે, જેના કારણે સ્થાનિકોમાં અસંતોષ ફેલાયો છે.


મોબાઇલ ફોન લઈને ઓફિસમાં પ્રવેશ ન કરે

નોટિસમાં સ્પષ્ટ લખ્યું છે કે કોઈપણ વ્યક્તિ મોબાઇલ ફોન લઈને ઓફિસમાં પ્રવેશ ન કરે, વિડીયો અથવા ઓડિયો રેકોર્ડિંગ મનાઈ છે અને નવાઇની વાત એ છે કે આ નોટિસ વિનંતી નહીં, પરંતુ ‘હુકમ’ તરીકે લગાવવામાં આવી છે

 પી.એ.ની ચેમ્બર બહાર પણ લગાડવામાં આવી

આ નોટિસ માત્ર અધિકારીઓની કક્ષામાં જ નહીં, પરંતુ પી.એ.ની ચેમ્બર બહાર પણ લગાડવામાં આવી છે, જેના કારણે શંકા અને પ્રશ્નો વધુ ઊભા થયા છે.

અધિકારીઓ ખોટું કરતા હોય ત્યારે જ તેમને ડર હોય

સ્થાનિક લોકોનું કહેવું છે કે, “અધિકારીઓ ખોટું કરતા હોય ત્યારે જ તેમને ડર હોય. પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે બેઠેલા અધિકારીઓ મોબાઇલથી કેમ ડરે?”

કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર અથવા અન્ય પદાધિકારીઓની ઓફિસમાં આવી કોઈ નોટિસ નથી

નાગરિકોનો વધુ એક સવાલ એ છે કે મનપાના કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર અથવા અન્ય પદાધિકારીઓની ઓફિસમાં આવી કોઈ નોટિસ નથી—તો પછી કતારગામ ઝોનમાં જ આ પ્રકારની કડક નોટિસની જરૂર કેમ પડી? પ્રજાના પ્રશ્નો માટેના અધિકારીઓને કોનો ડર તેવો સવાલ નાગરિકો પુછી રહ્યા છે.


આ પણ વાંચો---  Mumbai Attack: બહાર મોતનો નગ્ન નાચ ચાલતો હતો અને હોસ્પિટલમાં ગોળીબાર વચ્ચે જ્યારે એક નર્સે પ્રસૂતિ કરાવી..આતંકી હુમલાની અંજલીની કહાની

  • Follow us on: