સુરતના વરાછા વિસ્તારમાં આવેલી હેમકુંજ સોસાયટીમાં ચિંતા સર્જનારી ઘટના બની હતી. ઘરની અંદર એકલી રમી રહેલી બે વર્ષની બાળકી અચાનક અંદર જ દરવાજો અંદરથી લોક થઇ જતાં ફસાઈ ગઈ, જેના કારણે માતા–પિતા ગભરાઈ ગયા અને જીવ તાળવે ચોંટ્યો હતો.


દરવાજો તોડી બાળકીને હેમખેમ બહાર કાઢી

આ મામલે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઇટર્સે તરતજ ઘટનાસ્થળે પહોંચી દરવાજો તોડી બાળકીને હેમખેમ બહાર કાઢી. બાળકીને હેમખેમ બહાર કઢાતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો

 બાળક ઘરમાં એકલું રમતું હોય ત્યારે સાવધાની રાખવી

માતા–પિતા સહિત સોસાયટીના રહેવાસીઓએ ફાયર વિભાગની ઝડપી કાર્યવાહી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ કિસ્સો માતા પિતા માટે પણ લાલ બત્તી સમાન છે કે બાળક ઘરમાં એકલું રમતું હોય ત્યારે સાવધાની રાખવી.


આ પણ વાંચો----   Mumbai Attack: બહાર મોતનો નગ્ન નાચ ચાલતો હતો અને હોસ્પિટલમાં ગોળીબાર વચ્ચે જ્યારે એક નર્સે પ્રસૂતિ કરાવી..આતંકી હુમલાની અંજલીની કહાની

  • Follow us on: