સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીની પરીક્ષામાં ગેરરીતિ કરનાર 47 વિદ્યાર્થીઓને કુલ 2 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે.


સ્કોડની ટીમે 89 વિદ્યાર્થીઓને ગેરરીતિ કરતા ઝડપ્યા હતા

જાણકારી અનુસાર, આ પરીક્ષા ગત સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાઈ હતી. યુનિવર્સિટીના સ્કોડની ટીમે 89 વિદ્યાર્થીઓને ગેરરીતિ કરતા ઝડપ્યા હતા, જેમાંથી 47ને આ દંડ કરવામાં આવ્યો.

2,500 થી 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો

વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે 2,500 થી 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. યુનિવર્સિટી દ્વારા જણાવાયું છે કે ભવિષ્યમાં આવા ગેરરીતિના કેસને અટકાવવા માટે વધારાની તપાસ અને મોનીટરીંગ કરવામાં આવશે.


આ પણ વાંચો---   Mumbai Attack: બહાર મોતનો નગ્ન નાચ ચાલતો હતો અને હોસ્પિટલમાં ગોળીબાર વચ્ચે જ્યારે એક નર્સે પ્રસૂતિ કરાવી..આતંકી હુમલાની અંજલીની કહાની

  • Follow us on: