સુરતમાં ગેરકાયદેસર બાંધકામોને લઈને ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે ખુદ ગાંધીનગર વિજિલન્સ વિભાગમાં ફરિયાદ નોંધાવી છે. તેમનો મુખ્ય આક્ષેપ છે કે મનપાના અધિકારીઓ વારંવાર રજૂઆત છતાં કામ કરતા નથી, જેના કારણે સરકારી જગ્યાઓ પર પણ દબાણ કરીને ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે અને સરકારી તિજોરીને મોટું નુકસાન થઈ રહ્યું છે. કોર્પોરેટર પાંડવે આક્ષેપ કર્યો છે કે અધિકારીઓના પાપે ગેરકાયદેસર બાંધકામ થાય છે અને આર્કિટેક્ટ જૂની તારીખ મૂકીને પ્લાન પાસ કરાવી લે છે.


સરકારી જગ્યાએ દબાણ હોવાનો નરેન્દ્ર પાંડવનો આક્ષેપ

તેમણે મનપા કમિશનરને પણ રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં અંતે ગાંધીનગર રજૂઆત કરવી પડી છે. બીજી તરફ મનપાના અધિકારી કામિની દોશીએ આવી ફરિયાદમાં બાઈટ ન અપાય કહીને કંઈ પણ બોલવાનો ઈન્કાર કર્યો હતો. જોકે કોંગ્રેસે કોર્પોરેટર નરેન્દ્ર પાંડવને સમર્થન આપીને માગ કરી છે કે સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, અને ભ્રષ્ટાચારના રૂપિયા ક્યાં જાય છે તે બહાર આવવું જોઈએ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: