સુરતમાં શિયાળાની શરૂઆત સાથે જ શાકભાજીના ભાવમાં અસામાન્ય વધારો નોંધાતા સામાન્ય અને મધ્યમવર્ગના પરિવારો માટે રસોડું ચલાવવું મોંઘું બન્યું છે. તાજેતરમાં થયેલા કમોસમી વરસાદના કારણે શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે, જેના પરિણામે બજારમાં આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને ભાવ આસમાને પહોંચી ગયા છે.


જે શાકભાજી પહેલાં આસાનીથી રૂપિયા 40 પ્રતિ કિલોના ભાવે મળતા હતા, તેના ભાવ હવે રૂપિયા 100 થી 140 પ્રતિ કિલોને પાર કરી ગયા છે. ખાસ કરીને લીલા શાકભાજીમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.

  • મેથી, કોથમીર અને લીલી ડુંગળીના ભાવ રૂ. 60 થી 80 પ્રતિ કિલો છે.
  • લીલું લસણ રૂ. 160 પ્રતિ કિલોના આસમાની ભાવે વેચાઈ રહ્યું છે.
  • રીંગણ પણ રૂ. 120 પ્રતિ કિલોના ભાવે મળતા ગૃહિણીઓ ચિંતામાં મુકાઈ છે.
  • જ્યારે ગવાર, ચોળી, ટીંડોળા અને ભીંડા જેવા શાકભાજીના ભાવ રૂ. 120 થી 140 પ્રતિ કિલોની રેન્જમાં પહોંચી ગયા છે.

જો આવક વધશે નહીં તો આગામી દિવસોમાં શાકભાજીના ભાવ હજુ વધુ વધવાની શક્યતા છે.

આ પણ વાંચો : Ahmedabad ની સેવન્થ ડે સ્કૂલનો પ્લૉટ પરત લેવાશે, 3 નોટિસ છતાં ડોક્યુમેન્ટ રજૂ ન થતાં કાર્યવાહી 



  • Follow us on: