સુરત ક્રાઈમ બ્રાન્ચે ભાગળ વિસ્તારમાં ચાલતા ગેરકાયદે કૂટણખાનાના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો છે. આરોપીનું નામ અમિત ઉર્ફે વિક્કી બિશ્વનાથ શાવ છે. ત્રણ મહિના પહેલા આ કૂટણખાનાનું સંચાલન કરતા અજય ઉર્ફે છોટુ ત્રિવેણીપ્રસાદ વર્માની પોલીસે ધરપકડ કરી હતી. અજયની પૂછપરછમાં જ કૂટણખાનાનો મુખ્ય સૂત્રધાર આ વિક્કી હોવાનું ખૂલ્યું હતું.


અગાઉ દેહવેપારમાં પોલીસના હાથે પકડાયો હતો અમિત 

પોલીસના જણાવ્યા મુજબ વિક્કી શાવે જ ભાગળ વિસ્તારમાં ત્રણ મહિલાઓ રાખીને આ કૂટણખાનું ચલાવવાનું શરૂ કરાવ્યું હતું. પકડાયેલ આરોપી અમિત ઉર્ફે વિક્કી શાવની ગુનાહિત પ્રવૃત્તિનો ઈતિહાસ રહ્યો છે. તે ગત વર્ષે પણ દેહવેપારના ગુનામાં મહિધરપુરા પોલીસના હાથે પકડાયો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને આ રેકેટના અન્ય સભ્યો અને તેના ફેલાવા અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: