જામનગર શહેરમાંથી 5 બાંગ્લાદેશી નાગરિકો ગેરકાદે વસવાટ કરતા હોવાના કારણે પોલીસે ઝડપી લીધા છે. બાંગ્લાદેશી નાગરિકો ઝડપાતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સાથે હાલ જામનગર પોલીસ વધુ તપાસ કરી રહી છે. આ 5 બાંગ્લાદેશી નાગરિકોમાં 3 મહિલા અને 2 પુરૂષોનો સમાવેશ થાય છે.


જામનગર પોલીસ દ્વારા અટકાયત

જામનગર શહેરમાંથી 5 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા છે. જેમાં 3 મહિલા અને 2 પુરૂષની જામનગર પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ લોકો બાંગ્લાદેશી નાગરિક હોવાનું સામે આવ્યું છે. જોકે, પોલીસની તપાસમાં કંઇ વાંધાજનક વિગતો સામે આવી નથી. તેમ છતા સાવચેતીના ભાગ રૂપે હજુ પણ તેમની ગહન પૂછપરછ અને તપાસ કરવામાં આવશે.


આ પણ વાંચો - Jamnagar News: પૈસાની લેતી દેતીમાં થયેલા હુમલામાં એકનુ મોત નિપજ્યું, પોલીસે સાત આરોપીઓને રાઉન્ડઅપ કર્યા


  • Follow us on: