જામનગર જિલ્લાના સચાણા ગામે નવા વર્ષની શરૂઆતમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. પૈસાની લેતીદેતીને લઈને બે જૂથ વચ્ચે ઉગ્ર અથડામણ થઇ હતી, જેમાં સામસામે 6 થી 7 લોકો ઘાયલ થયા હતા.
ઈસ્માઇલભાઈ સંધાર નામના વ્યક્તિનું મોત
પોલીસની માહિતી અનુસાર, ઘટનામાં ઈસ્માઇલભાઈ સંધાર નામના વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી અને સારવાર દરમિયાન તેમણે જીવ ગુમાવ્યો. મામલે પાઈપ સહિતના હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો.













