કાલાવડ તાલુકાના મોટાવડાળા ગામે યોજાયેલા સરકારના સેવા સેતુ કાર્યક્રમ અંગે અસંતોષના અહેવાલો સામે આવ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ સવારથી અરજદાર બનીને લોકો લાંબી લાઈનમાં ઉભા રહ્યા હોવા છતાં સાંજ સુધી એકપણ કામ પૂર્ણ ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.ગામલોકો જણાવે છે કે સરકારનો સેવા સેતુ કાર્યક્રમનો હેતુ તો સારું છે, પરંતુ અધિકારીઓની અણઆવડત અને આયોજનના અભાવે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
અધિકારીઓએ સર્વર ડાઉન હોવાના બહાના બતાવ્યા
કાર્યક્રમ દરમિયાન અધિકારીઓ દ્વારા સર્વર ડાઉન છે અથવા અમારી પાસે કીટ ઉપલબ્ધ નથી જેવા બહાનાં બતાવવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ ગ્રામજનો કરી રહ્યા છે.આ મામલે તાલુકા વિકાસ અધિકારી સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે પોતાની જવાબદારીમાંથી ખસી જવાની કોશિશ કરતાં મામલતદારને જવાબદાર ઠેરવ્યા હતા.













