જસદણ શહેરના વ્યસ્ત ગણાતા ચિતલીયા રોડ પર ગત રાત્રિના સમયે બે બેકાબૂ આખલાઓ વચ્ચે જોરદાર યુદ્ધ સર્જાયું હતું. લાંબા સમય સુધી ચાલેલી આ લડાઈને કારણે સ્થાનિક રહીશો અને માર્ગ પરથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને ભારે દોડધામ મચી ગઈ હતી.


લાંબા સમય સુધી આખલા યુદ્ધ ચાલ્યું

મળતી માહિતી મુજબ, ચિતલીયા રોડ પર અચાનક બે આખલાઓ સામસામે આવી ગયા હતા અને એકબીજા પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું. આ લડાઈ એટલી ભયાનક હતી કે રસ્તા પર પાર્ક કરેલા વાહનો પર પણ ખતરો મંડરાઈ રહ્યો હતો. આખલાઓ લડતા-લડતા રસ્તાની વચ્ચે આવી જતા લોકોમાં ભય ફેલાયો હતો.

સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો

આ દ્રશ્યો જોઈ આસપાસના રહીશો પોતાના ઘરના દરવાજા બંધ કરી દીધા હતા, જ્યારે કેટલાક લોકોએ ઉપરના માળેથી આ દ્રશ્યો નિહાળ્યા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ ગભરાટને કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.

તંત્ર સામે રોષ

જસદણના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે નિર્દોષ નાગરિકોને ઈજા થવાનો ભય રહે છે. સ્થાનિક રહીશોએ માગ કરી છે કે તંત્ર જાગે અને આવા ભયજનક આખલાઓને તાત્કાલિક પાંજરે પૂરે.


આ પણ વાંચો----  Ahmedabad: નશામાં ધૂત બનેલા નબીરાનો આતંક, 9 વાહનોને ટક્કર મારી, પોલીસે કહ્યું, દારુ પીધેલી હાલતમાં અકસ્માત કર્યો, વાંચો FIR

  • Follow us on: