જસદણ તાલુકાના આટકોટ નજીક આવેલા હલેન્ડા ગામ પાસે આજે એક માર્ગ અકસ્માતની ઘટના બની હતી. પૂરપાટ ઝડપે જઈ રહેલી એક ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક રોડની વચ્ચે આવેલા ડિવાઈડર પર ચડી ગઈ હતી. આ ઘટનામાં ડિવાઈડર પર લગાવેલા વૃક્ષોને ભારે નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.
અચાનક ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક ડિવાઈડર સાથે અથડાઈ હતી.
મળતી માહિતી મુજબ, આટકોટથી હલેન્ડા તરફ જતા મુખ્ય માર્ગ પર એક ટ્રક પસાર થઈ રહી હતી. અચાનક ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક ડિવાઈડર સાથે અથડાઈ હતી અને તેના પર ચડી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે ડિવાઈડર પર ઉછરેલા ઘટાદાર વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા અને ટ્રકના આગળના ભાગને પણ નુકસાન પહોંચ્યું હતું.













