જુનાગઢ શહેરમાં વર્ષ ૨૦૦૯ના ભ્રષ્ટાચાર કેસમાં અદાલતે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જૂનાગઢ મનપામાં થયેલા ગેરરીતિના કેસમાં ત્રણ આરોપીઓને દોષિત ઠેરવી દરેકને 6 માસની સજા ફટકારવામાં આવી છે.


આરોપીઓએ મનપામાં વાહનોના ખોટા બિલ બનાવી સરકારી નાણાંની ઉચાપત કરી

અદાલતમાં રજૂ થયેલા પુરાવા મુજબ, આરોપીઓએ મનપામાં વાહનોના ખોટા બિલ બનાવી સરકારી નાણાંની ઉચાપત કરી હતી. રોડ ડિમોલિશન કામગીરી દરમિયાન લાખો રૂપિયાની ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સાબિત થયું હતું.

ખોટા RTO નંબરથી કૌભાંડ

તપાસ દરમિયાન બહાર આવ્યું કે બિલોમાં ખોટા RTO નંબર દાખલ કરી કૌભાંડ કરવામાં આવ્યું હતું. સરકારી ખજાનાને નુકસાન પહોંચાડવાના આરોપો સાબિત થતા અદાલતે કડક સજા સંભળાવી છે.

વર્ષ 2009 ના કેસનો કરવામાં આવ્યો નિકાલ

આ કેસનો નિકાલ લગભગ ૧૭ વર્ષ બાદ આવ્યો છે અને વર્ષ 2009 ના કેસનો નિકાલ કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો----     Gujarat BJP ના નેતાઓને નીતિન નવિનનો ફટકાર, જિલ્લામાં જઈને ન્યાયની વાત કરો છો અને તમારા જિલ્લામાં તમારા માણસો સેટ કરી દો છો

  • Follow us on: