જૂનાગઢ એસઓજી પોલીસે વ્હેલ માછલીની ઉલટી તરીકે ઓળખાતી કિંમતી એમ્બરગ્રીસના સ્મગ્લિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે.


એમ્બરગ્રીસ સાથે 72 વર્ષના વૃદ્ધ આરોપીની ધરપકડ

પોલીસે બાતમીના આધારે વિજાપુર પાટીયા પાસે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબનો વૃદ્ધ આવ્યો ત્યારે તેને ઝડપી લીધો હતો. પોલીસ દ્વારા એમ્બરગ્રીસ સાથે 72 વર્ષના વૃદ્ધ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

એક કિલોથી વધુ વજનની એમ્બરગ્રીસ કબ્જે કરાઇ

પોલીસે આરોપી પાસેથી એક કિલોથી વધુ વજનની એમ્બરગ્રીસ કબ્જે કરી છે, જેના આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયાની કિંમત હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 1 કરોડ 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પાલીતાણાથી જૂનાગઢ ડિલિવરી કરવા આવ્યો

તપાસમાં ખુલ્યું છે કે આરોપી પાલીતાણાથી જૂનાગઢ ડિલિવરી કરવા આવ્યો હતો અને ગ્રાહક શોધીને ગેરકાયદે વેચાણ કરવાની પેરવીમાં હતો.

 તપાસ માટે મામલો વન વિભાગને સોંપવામાં આવ્યો

સમગ્ર કેસની વધુ તપાસ માટે મામલો વન વિભાગને સોંપવામાં આવ્યો છે. વન વિભાગની તપાસમાં વૃદ્ધ આરોપી એમ્બરગ્રીસ ક્યાંથી લાવ્યો હતો અને તેની સાથે અન્ય કોણ સંડોવાયેલું છે તે સહિતના મુદ્દા પર તપાસ થઇ રહી છે.


આ પણ વાંચો-----    Vadodara : અકોટા બ્રિજ પાસે બાઈક અકસ્માતમાં યુવકના થયેલા મોતમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, યુવકે તેના મોંઢા પર પ્લાસ્ટિકની કોથળી કેમ બાંધી ?

  • Follow us on: