જુનાગઢ શહેર નજીકના માળીયા હાટીના વિસ્તારમાં કેમિકલયુક્ત બાયો ડીઝલનો મોટો જથ્થો ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. SMC (સ્પેશિયલ મોનિટરિંગ સેલ) દ્વારા પાડવામાં આવેલા દરોડામાં કુલ રૂ. 13.69 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.


સૂર્યવંદના એન્ટરપ્રાઇઝમાંથી આ બાયો ડીઝલનો જથ્થો ઝડપાયો

પ્રાપ્ત માહિતી અનુસાર, માળીયા હાટીનામાં આવેલી સૂર્યવંદના એન્ટરપ્રાઇઝમાંથી આ બાયો ડીઝલનો જથ્થો ઝડપાયો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આ કેમિકલયુક્ત બાયો ડીઝલ ટ્રક તથા ખાનગી બસોમાં ભરવામાં આવતો હતો, જેનાથી એન્જિનને નુકસાન પહોંચે તેમજ પર્યાવરણ અને જાહેર સલામતી માટે જોખમ ઉભું થાય તેવી શક્યતા હતી.

બાયો ડીઝલ, સંગ્રહ સાધનો તેમજ અન્ય સામગ્રી કબજે કરવામાં આવી

SMC દ્વારા સ્થળ પર તપાસ કરી બાયો ડીઝલ, સંગ્રહ સાધનો તેમજ અન્ય સામગ્રી કબજે કરવામાં આવી છે. સમગ્ર મામલે સંબંધિત વિભાગો દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે આ બાયો ડીઝલ ક્યાંથી લાવવામાં આવતો હતો અને ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવતો હતો.

કેમિકલયુક્ત ઇંધણના વેપાર સામે કડક કાર્યવાહી

અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે ગેરકાયદે કેમિકલયુક્ત ઇંધણના વેપાર સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.


આ પણ વાંચો---   Ahmedabad: પોલીસ કોન્સ્ટેબલ પર કાર ચઢાવવાનો પ્રયાસ, કોન્સ્ટેબલને બોનેટ પર જ રાખીને એકથી દોઢ કીલોમીટર ગાડી ચલાવી

  • Follow us on: