જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા સરકારી અનાજ યોજનાનો લાભ ખરેખર જરૂરિયાતમંદ લોકોને મળે તે હેતુથી હાથ ધરવામાં આવેલી ઈ-કેવાયસી (e-KYC) અને ડેટા ચકાસણીની કામગીરીમાં મોટી સફળતા મળી છે. જિલ્લામાં નોંધાયેલા કુલ ૯,૩૨,૦૦૦ NFSA સભ્યોમાંથી ૯ લાખથી વધુ સભ્યોનું આધાર લિંકિંગ અને ખરાઈની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે.

આ પ્રક્રિયા દરમિયાન વિભાગને અંદાજે 1,37,000 જેટલા સભ્યોનો ડેટા શંકાસ્પદ જણાયો હતો

સરકારના નિયત માપદંડો જેવા કે મર્યાદાથી વધુ જમીન ધરાવવી, વધુ આવક હોવી અથવા સભ્યનું અવસાન થયું હોવા છતાં નામ ચાલુ હોવા જેવી બાબતોને ધ્યાને રાખી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસના અંતે ૩૩,૬૭૮ સભ્યો યોજના માટે અપાત્ર ઠર્યા છે, જેમને તાત્કાલિક અસરથી NFSA (નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ) ની યાદીમાંથી દૂર કરી 'Non-NFSA' શ્રેણીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

આ કાર્યવાહી પૂર્વે તમામ સભ્યોને ત્રણ વખત નોટિસ આપી પૂરતી તક આપવામાં આવી હતી

જો કોઈ પાત્રતા ધરાવતા નાગરિકનું નામ ભૂલથી રદ થયું હોય, તો તેઓ મામલતદાર કચેરી ખાતે પુરાવા સાથે અરજી કરી શકે છે, જેની દર મહિને મળતી કમિટીમાં સમીક્ષા કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય ડમી અને અપાત્ર નામો દૂર કરી છેવાડાના સાચા લાભાર્થી સુધી અનાજ પહોંચાડવાનો છે. આમ પુરવઠા વિભાગે ગેરકાયદે રેશનકાર્ડ ધરાવતા લોકો સરકારી યોજનાનો ગેરલાભ ઉઠાવતા હતા તેમને દૂર કરી દેવામાં આવતા હવે યોગ્ય અને પાત્રતા ધરાવતા લોકોને સરકારી યોજનાનો લાભ મળી રહે છે.


આ પણ વાંચો : Rajkot News : રાજકોટમાં 25 ચાઈનીઝ ફિરકી સાથે યુવક ઝડપાયો, દોરીના વેપારીને ત્યાં પોલીસે કર્યુ ચેકિંગ