જુનાગઢ–રાજકોટ હાઇવે પર વડાલ નજીક નશાની હાલતમાં કાર ચલાવતા એક ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો હતો. નશામાં ધૂત કારચાલકે રસ્તા પરથી પસાર થતા ટ્રેક્ટરને અડફેટે લીધું હતું, જેના પગલે ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી.
અકસ્માત બાદ કારમાં અચાનક આગ લાગી
અકસ્માત બાદ કારમાં અચાનક આગ લાગી હતી. અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી ઈજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા.













