જૂનાગઢ શહેરમાં GST વિભાગ દ્વારા જ્વેલર્સ પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. જે ડી જ્વેલર્સમાં સર્ચ શરૂ કરાયું છે અને લગભગ ત્રણ કલાકથી વધુ સમયથી સર્ચ ઓપરેશન ચાલુ છે.
વેપારીઓમાં ફફડાટ ફેલાયો
માહિતી મુજબ, આ સર્ચ બે દિવસથી સતત ચાલી રહ્યું છે, જેના કારણે વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. GST ટીમ તમામ જરૂરી દસ્તાવેજો અને વ્યવસાયિક રેકોર્ડની તપાસ કરી રહી છે.













