જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના મેંદપરા ગામેથી એક અત્યંત કરુણ ઘટના પ્રકાશમાં આવી છે. અહીં રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી એક 17 વર્ષીય વિદ્યાર્થિનીએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. મળતી માહિતી મુજબ, બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી હોવાથી તે અભ્યાસને લઈને છેલ્લા કેટલાક સમયથી ભારે તણાવમાં હતી. મૃતક વિદ્યાર્થિની અભ્યાસમાં થોડી નબળી હોવાથી અને પરીક્ષામાં નિષ્ફળ જશે તેવા ડરના કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


મેંદપરા ગામની કરુણતા

આ ઘટનાની જાણ થતાં જ સમગ્ર મેંદપરા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. દીકરીને લટકતી હાલતમાં જોઈ પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓ પર વધતા માનસિક દબાણના કારણે બનેલી આ ઘટનાએ ફરી એકવાર વાલીઓ અને તંત્ર માટે ચિંતાનો વિષય ઊભો કર્યો છે.

આ પણ વાંચો : Ahmedabad News : સુભાષબ્રિજને લઈને મહત્વના સમાચાર, સુપરસ્ટ્રક્ચર જોખમી, રિનોવેશન કે નવો બ્રિજ? આજે CM લેશે નિર્ણય

  • Follow us on: