સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રમુખ પાર્ક નજીક આવેલા ખુલ્લા મેદાનમાં અજાણ્યા યુવકો દ્વારા 25 વર્ષીય ઉમાશંકર નામના યુવકની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.


ઉમાશંકર ઉપર અજાણ્યા યુવકો દ્વારા હુમલો કરવામાં આવ્યો

પ્રાપ્ત માહિતી મુજબ, ઉમાશંકર ઉપર અજાણ્યા યુવકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેનું સ્થળ પર જ મોત થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.

પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધ્યો 

પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધ્યો છે અને પુરાવાઓના આધારે આરોપીઓની ઓળખ માટે તપાસ હાથ ધરી છે. હાલ હત્યાનું કારણ અકબંધ છે,

 વારંવાર બની રહેલી ગુનાહિત ઘટનાઓ

ડિંડોલી વિસ્તારમાં વારંવાર બની રહેલી ગુનાહિત ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ભય અને રોષ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો-----   Ahmedabad: પોલીસ કોન્સ્ટેબલ પર કાર ચઢાવવાનો પ્રયાસ, કોન્સ્ટેબલને બોનેટ પર જ રાખીને એકથી દોઢ કીલોમીટર ગાડી ચલાવી

  • Follow us on: