હાલ સમગ્ર ભારતમાં સાયબર માફિયાઓ બેફામ બન્યા છે, અને તેનું નેટવર્ક તોડવામાં ક્યાંકને ક્યાંક પોલીસનો પન્નો પણ ટૂંકો પડી રહ્યો છે, પરંતુ હવે જયારે સાયબર માફિયાઓનું નેટવર્ક તોડવા માટે NCCRR ઉપર મેળલી ફરિયાદોના આધારે જે જે બેંકના ખાતાઓમાં સાયબર ફ્રોડની રકમો જમા થયેલી છે, તે બેંકના ઘારકોને પકડી-પકડીને પોલીસ ગુના દાખલ કરી રહી છે. ત્યારે સમગ્ર દેશમાં ૨૫૩ કરોડના સાયબર ફ્રોડની રકમ જૂનાગઢ રેંજમાં બેંક ખાતામાં જમા થયેલ હોવાનો ઘટસ્ફોટ થયો છે, જે મામલે પોલીસે આંઠ શખ્સોને ઝડપી લીધા છે.


જૂનાગઢ જિલ્લામાં સાયબર માફિયાનું નેટવર્ક તૂટ્યું

જૂનાગઢ જિલ્લામાં સાયબર માફિયાનું નેટવર્ક તૂટ્યું છે, છેલ્લા બે દિવસમાં પોલીસે અલગ અલગ બે પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોધ્યા છે, પરંતુ તેમાં ફ્રોડની રકમ જમા થયેલ હોવાનું હજુ લાખોમાં છે, પરંતુ આજે સાંજે મળ્યા અહેવાલ અનુસાર જૂનાગઢ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા દેશ વ્યાપી ફેલાયેલું એક નેટવર્ક તોડીને સાયબર ફ્રોડમાં સામેલ આંઠ જેટલા ઈસમોને ઝડપી લીધા છે, અને તેની ફ્રોડની રકમ લાખોમાં નહી પરંતુ અધધ ૨૫૩ કરોડને પાર પહોંચી છે. જેને લઈને આવતીકાલે રવિવારે સાયબર ક્રાઈમ દ્વારા પ્રેસ કરીને વિગતો જાહેર કરવામાં આવશે.

અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ

બે દિવસમાં બે ફરિયાદ નોધાઇ જેમાં વંથલીના ધંધુસરના એક શખ્સના બેંક ખાતામાં ૬૦ દિવસમાં ૧૫.૫૦ લાખ જમા થયા હતા, તે રકમ બેન્ક એકાઉન્ટના ધારક દ્વારા ઉપાડી લીધી અને સગેવગે કરી નાખી હતી, તેવી જ રીતે જૂનાગઢના ખલીલપુર રોડ ઉપર એકતાનગરમાં રહેતા એક શખ્સના બેંક ખાતામાં આવી જ રીતે ૯ લાખ રૂપિયા જમા થયા હતા, તે રકમ પણ ઉપાડીને સગેવગે કરી નાખ્યાનું સામે આવતા પોલીસે બને સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરીને વધુ તપાસ શરુ કરી છે.



બેંકના ખાતા ધારકને કમીશન આપીને તે રકમ ઉપાડીને સગેવગે કરી

આ બને કેસમાં અત્યાર સુધીમાં સામે આવેલી હકીકત અનુસાર સાયબર માફિયાઓએ દિલ્હી, ઉત્તરપ્રદેશના લખનૌ, તમિલનાડુના શિવાકાશી, મહારાષ્ટ્રના નવી સંગાની, ઉતરાખંડના દહેરાદુન, જામનગરના મોટી ખાવડી, તેલંગાણાના એક યુવાન સાથે વિશ્વાસઘાત કરીને કોઇપણ પ્રકારે લાલચ આપીને લાખો રૂપિયા પડાવી લઈને આ બેંક ખાતાઓમાં જમા કરાવીને બાદમાં બેંકના ખાતા ધારકને કમીશન આપીને તે રકમ ઉપાડીને સગેવગે કરી હોવાનું સામે આવ્યું છે.

 NCCRP પોર્ટલના માધ્યમથી હેલ્પલાઇનમાં ફરિયાદ

આખુયે નેટવર્ક કેવી રીતે પકડાયું તે બાબતે પોલીસમાંથી મળતી પ્રાથમિક હકીકત અનુસાર જયારે કોઇપણ વ્યક્તિ સાથે ફ્રોડ થાય ત્યારે તેમણે ભારત સરકારના NCCRP પોર્ટલના માધ્યમથી હેલ્પલાઇનમાં ફરિયાદ કરે છે, અને ક્યાં બેંક ખાતામાં તેમની ફ્રોડની રકમ જમા થયેલ છે, તેની વિગતો નોધવામાં આવે છે, અને તે બેંક એકાઉન્ટ ક્યાં રાજ્યમાં ક્યાં શહેરમાં અને કોના નામે બોલે છે, તે એકાઉન્ટ હોલ્ડરને પકડીને ટ્રાન્ઝેક્શનની હકીકત સામે આવતી હોય છે. એવી રીતે ભારતમાં ૨૫૩ કરોડની ફ્રોડની રકમ મામલે હાલ જૂનાગઢ પોલીસે આંઠ જેટલા શખ્સોની ધરપકડ કરી લીધી છે.


આ પણ વાંચો----Ambaji પથ્થમારાની ઘટનામાં PI આર.બી. ગોહિલને કાનમાં તીર વાગતા બેભાન, હાલત ગંભીર

  • Follow us on: