જૂનાગઢ જિલ્લામાં અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ એક અકસ્માત સર્જાતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જૂનાગઢ જિલ્લામાં વધતા જતા અકસ્માતોને કારણે સ્થાનિક લોકો ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા તેમજ બેફામ વાહન ચલાવતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.


અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

ઘટનાની મળતી વિગતો અનુસાર, જૂનાગઢ જિલ્લામાં આવેવા અજાબ-મેંદરડા રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. બાઇક સ્લિપ થતા આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકચાલકનું મોત નીપજ્યું હતું.




ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

આ માર્ગ અકસ્માતના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા યુવકને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.


આ પણ વાંચો - Junagadh: ગિરનાર પાસે મોરના માંસ માટે ગેરકાયદે શિકાર, પ્રભાતપુરના શખ્સની ધરપકડ



  • Follow us on: