જૂનાગઢ જિલ્લાના ડુંગર દક્ષિણ રેંજના રામનાથ રાઉન્ડમાં આવેલ પ્રભાતપુર ગામે રાષ્ટ્રીય પક્ષી મોરના ગેરકાયદેસર શિકાર અને માંસના ઉપયોગનો આંચકારૂપ કિસ્સો સામે આવ્યો છે. તારીખ ૨૫ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ઓઝત નદી કાંઠે ૧૧ કેવી લાઈન પર બેસેલા એક મોરનું વીજકરંટ લાગવાથી મૃત્યુ થયું હતું. આ મોરના મૃતદેહનો ગેરકાયદેસર કબજો લઈને તેને કુહાડીથી ટુકડા કરી માંસ તૈયાર કરી ખોરાક તરીકે ઉપયોગ કરવાનું કાવતરું ઘડાયું હતું.
મોરનું રાંધેલું માંસ તથા અન્ય મુદ્દામાલ મળી આવ્યો
આ બનાવની બાતમી ડુંગર દક્ષિણ રેંજના સ્ટાફને મળતાં તાત્કાલિક રેડ કરવામાં આવી. પ્રભાતપુર ગામના રહીશ રમણીકભાઈ દાનાભાઈ ચૌહાણ (ઉં.વ. ૫૪)ના કબજામાંથી મોરનું રાંધેલું માંસ તથા અન્ય મુદ્દામાલ મળી આવ્યો.













