મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ ખાતેથી 215 કરોડના 26 વિકાસકાર્યોની ભેટ આપી હતી. નરસિંહ મહેતા સરોવરના નવીનીકરણ સહિત 143.67 કરોડના 18 કામોનું લોકાર્પણ અને 71.98 કરોડના ખર્ચે નિર્મિત થનાર 8 કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રીની સાદગીએ લોકોના દિલ જીત્યાં હતાં. તેઓ સાસણમાં સિંહ સદન બહાર નીકળીને સ્થાનિકોને મળ્યા હતાં.
સાસણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાદગી
મુખ્યમંત્રી સાસણમાં સિંહ સદનની બહાર નીકળીને સ્થાનિકોને પ્રેમથી મળ્યા હતાં. બજારમાં વેપારીઓ અને પ્રવાસીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે ગીરના સ્થાનિક લોકોના ખબર અંતર પૂછ્યા હતાં. વેપારીઓ સાથે બેસીને ચા પાણી પણ કર્યા હતાં. મુખ્યમંત્રીની મૃદુતા જોઈને પ્રવાસીઓ ભારે ઉત્સાહિત થયા હતાં. તેઓ કોઈ પ્રોટોકોલ વગર સામાન્ય માણસની જેમ સૌને મળ્યા હતાં. મુખ્યમંત્રીએ લોકોને નવી મુલાકાત માટે શુભકામના પાઠવી હતી.સત્તામાં હોવા છતાં તેમની સાદગીની ચર્ચા સર્વત્ર રહી હતી.













