સાસણ ગીરના હૃદયસ્થાને આવેલા કમલેશ્વર ડેમ વિસ્તારમાંથી એક અદ્ભુત અને મનમોહક વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.આ વિડીયોમાં એક ગર્વિષ્ઠ સિંહણ પોતાના બે નાના નાજુક સિંહબાળ સાથે પાણીના ઝરણામાંથી આનંદથી પસાર થતી દેખાય છે. પહેલાં સિંહણ શાંતિથી પાણી પીવે છે, પછી ઝરણાની વચ્ચેથી આગળ વધે છે. તેની પાછળ પાછળ બંને નાનકડાં બચ્ચાં માતાના પગલે પગલે ચાલતાં, ક્યારેક પાણીમાં રમતાં, ક્યારેક માતાની નજીક સુરક્ષિત રહેતાં જોવા મળે છે.


આવો નિર્દોષ અને રમણીય નજારો દુર્લભ જ છે

આ દૃશ્ય જોનારના હૃદયને સ્પર્શી જાય છે અને પ્રકૃતિની અનુપમ સુંદરતા તેમજ માતૃપ્રેમનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. આ વિસ્તારમાં એશિયાટિક સિંહોનાં કુટુંબ અવારનવાર પાણી પીવા આવતાં હોય છે, પરંતુ આવો નિર્દોષ અને રમણીય નજારો દુર્લભ જ છે. ત્યાં હાજર પર્યટકોએ આ દ્રશ્ય નરી આંખે જોઈ રોમાંચ અને આનંદનો અનુભવ કર્યો હતો. ગીરની આ જ પ્રાકૃતિક સુંદરતા વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે.


આ પણ વાંચોઃ Gujarat Breaking News: જામનગરમાં AAPની સભામાં હંગામો, ગોપાલ ઈટાલિયા પર જૂતૂ ફેંકાયુ, જુઓ Video


  • Follow us on: