માંગરોળ પાસે પોરબંદર હાઈવે ઉપર આવેલ જીઆઇડીસીના એક ખાનગી ગોડાઉનમાં જૂનાગઢ એલસીબીએ રેડ કરીને ૩૦ લાખના દારુના જથ્થા સાથે ચાર શખ્સોને ઝડપી લીધા છે. જયારે કુલ ૫૦ લાખનો મુદ્દામાપ જપ્ત કરીને કુલ આંઠ ઈસમો સામે ગુનો નોધાવ્યો છે.


૫૦ લાખનો દારુ ભરેલો એક ટ્રક ઝડપાયો

જૂનાગઢ એલસીબીએ ગઈકાલે માંગરોળ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૫૦ લાખનો દારુ ભરેલો એક ટ્રક સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી હતી, તેના બીજા દિવસે આજે એલસીબીએ શીલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોરબંદર હાઇવે ઉપર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ગણેશ એન્ટરપ્રાઈઝ નામના ખાનગી ગોડાઉનમાં રેડ કરીને અહી દારુના કટિંગ સમયે ખાબકી હતી, અને સ્થળ પરથી રૂ.૨૯,૬૧,૮૪૦ ની કીમતનો વિદેશી દારુ અને બીયરની ૧૩,૮૦૦ બોટલનો જથ્થો પકડી પાડ્યો હતો.

ચાર શખ્સો સામે પણ ગુનો નોધવામાં આવ્યો

સ્થળ પરથી હરેશ રામજી પંડિત, અતુલ કીર્તિ ચુડાસમા, પંકજ અરજણ સવારા, જયપાલસિંહ જશુભા ચુડાસમા નામના ચાર શખ્સોને સાત મોબાઇલ એક કાર, એક એકટીવા અને એક ટ્રેક્ટર અને દારુ સહિતના કુલ રૂ.૪૯,૪૧,૮૪૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. આ કેસમાં ફરાર એવા અને હાજર નહી મળી આવેલા અન્ય આરોપીઓ રવી હમીર ભારાઈ, હેમાંગ ભદ્રેશ પાઠક, સચિન ભીખા ચુડાસમા, વિશાલ બચુ ચુડાસમા નામના ચાર શખ્સો સામે પણ ગુનો નોધવામાં આવ્યો છે.


આ પણ વાંચોઃ Rajkot News: ચર્ચાસ્પદ બનેલા રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરાશે, કોર્ટે પોલીસને મંજૂરી આપી

  • Follow us on: