જૂનાગઢમાં કીર્તિ પટેલ સામે ત્રણ ફરિયાદો નોંધાયા બાદ તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. રિમાન્ડ બાદ કીર્તિ પટેલને જામીન પર મુક્ત કરાઈ હતી. હવે 20 લાખની ખંડણી અને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકીના ગુનામાં કીર્તિ પટેલની મિત્ર દિવ્યા સાવલાણીના જામીન પણ મંજૂર કરવામાં આવ્યા છે. હવે કીર્તિ પટેલ બાદ દિવ્યા સાવલાણી પણ છૂટી જશે.


જૂનાગઢમાં દિવ્યા સાવલાણીને રાહત

જેતપુરના યુટ્યુબર અફઝલ સીડા પાસે કીર્તિ પટેલે 20 લાખની ખંડણી માંગી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદમાં કીર્તિ પટેલની મિત્ર દિવ્યા સાવલાણીનું પણ નામ હતું. દિવ્યા સાવલાણીએ પણ ફરિયાદમાં નોંધાતા આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે અફઝલ સીડાના ઈશારે પોલીસ એક્શન લઈ રહી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. દિવ્યા સાવલાણીને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. તેના પણ એક દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતાં. હવે કોર્ટે તેને જામીન પર મુક્ત કરી છે. આ કેસમાં પાંચ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. ત્રણ આરોપીઓ હજી પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળ્યું છે.


આ પણ વાંચોઃ PM Modi Israel Visit : ઈઝરાયેલની સંસદમાં વડાપ્રધાન મોદીએ કહ્યું 'ભારતથી મિત્રતાનો સંદેશ લાવ્યો છું'


  • Follow us on: