ગઈકાલે કેશોદમાં આ માટે હિંદુ અને લઘુમતી સમાજની બંને સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી, જૂનાગઢ જિલ્લાના કેશોદમાં અમુક રહેણાંક વિસ્તારોમાં લઘુમતી સમાજના લોકો દ્વારા પ્લોટની ખરીદી થવાને કારણે હિંદુ અને મુસ્લિમ સમાજ વચ્ચે ઘર્ષણ થવાની આશંકા છેલ્લા કેટલાક સમયથી સેવાઈ રહી હતી.


આ સંભવિત તણાવને ટાળવા માટે હિંદુ સમાજ દ્વારા તેમના વિસ્તારમાં 'અશાંતધારો' લાગુ કરવાની સતત માગ

આ સંભવિત તણાવને ટાળવા માટે હિંદુ સમાજ દ્વારા તેમના વિસ્તારમાં 'અશાંતધારો' લાગુ કરવાની સતત માગ કરવામાં આવી રહી હતી, હિંદુ સમાજનું કહેવું હતું કે, બંને ધર્મના લોકોના રીત-રિવાજ, ખાન-પાન અને રહેણીકરણી જુદા હોવાથી તેઓ એકબીજાની અનુકૂળતામાં રહી શકે તેમ નથી, જેના કારણે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો હતો.

કેશોદમાં કોમી એકતા અને સમભાવ દેખાયો છે

​પરિણામે, ભવિષ્યમાં બે ધર્મના લોકો વચ્ચે કોઈ ઘર્ષણ ન થાય તે હેતુથી, બંને કોમના આગેવાનો એકઠા થયા હતા અને વાદ-વિવાદ વગરની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકનું ફળદાયી પરિણામ આવ્યું હતું અને સમાધાન થયું હતું. સમાધાનમાં બંને કોમે પોતપોતાના રહેણાંક વિસ્તારની એક સીમા રેખા તૈયાર કરી હતી અને તે કોમના લોકોને પોતાના નિર્ધારિત વિસ્તારનું ઉલ્લંઘન ન કરવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. આ સર્વસંમતિથી લેવાયેલા નિર્ણયના પગલે બંને કોમ વચ્ચે સમાધાન થતાં તણાવ ઓછો થયો છે. આમ કેશોદમાં અશાંતધારાને લઈને હિંદુ મુસ્લિમ સમાજ દ્વારા બેઠકમાં લેવાયેલા નિર્ણયને સૌએ વધાવ્યો હતો.


  • Follow us on: