સ્થાનિક ચૂંટણીમાં EWS અનામત મુદ્દે બેઠકમાં ચર્ચા કરાઈ હતી અને આગામી સમયમાં જંગી સભા-રેલી યોજવાની જાહેરાત કરાઈ છે, સરકારના વચનો પૂર્ણ થયાનો આંદોલનકારીઓનો આક્ષેપ છે અને આવનારા દિવસોમાં જૂનાગઢણાં જંગી સભા-રેલી યોજાશે.
ગુજરાતમાં પાટીદાર સમાજના વિવિધ પડતર પ્રશ્નોને લઈ બેઠક
ગુજરાતમાં પાટીદાર સમાજના વિવિધ પડતર પ્રશ્નો અને ખાસ કરીને ‘ભાગેડુ લગ્ન પ્રથા’ સામે કાયદો બનાવવાની માંગ સાથે આંદોલનકારીઓની ટીમ સક્રિય થઈ છે. તાજેતરમાં ગાંઠિલા ઉમિયાધામ ખાતે માતાજીના આશીર્વાદ લીધા બાદ આંદોલનકારીઓએ આગામી રણનીતિ સ્પષ્ટ કરી હતી.આંદોલનકારીઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા આપવામાં આવેલા વચનો હજુ સુધી પૂર્ણ થયા નથી.













