જૂનાગઢમાં ગઈ કાલે ભવનાથના સાધુ શિવગીરીને તડીપાર કરવામાં આવ્યો છે. પ્રવાસીઓ પર સતત હુમલો કરવા અને સમગ્ર વિસ્તારના લોકોમાં તેનો ભય હોવાથી ગઈકાલે શિવગીરી સાધુની ધરપકડ કરવામાં આવી હતી. હવે ભવનાથ મંદિરમાં વહીવટદારની મનમાનીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રાજુગીરી બાપુએ વહીવટદાર સામે પ્રવેશદ્વાર પરથી રઘુનાથ દ્વારનું બોર્ડ હટાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ભવનાથમાં વહીવટદારની મનમાની સામે આક્રોશ
ભવનાથ મંદિરના રાજુગીરી બાપુએ આક્ષેપ કર્યો હતો કે, તંત્રની મિલીભગતથી મંદિરની કચેરી તોડાઈ છે. હકાલપટ્ટી કરવામાં આવેલા શખ્સો હજુ પૂજા કરે છે. હરિગીરીના ચેલાઓ કયા હકથી આરતી કરે છે. ભ્રષ્ટ તંત્ર સામે ન્યાય માંગતા રાજુગીરી બાપુએ ન્યાય નહીં મળે તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ભવનાથમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામવા સંતોમાં ભારે રોષ ફેલાયો છે.













