જૂનાગઢમાં પાંચ દિવસ પહેલા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને એક શખ્સે સુખપુર પાસેની પોદાર ઇન્ટરનેશનલ સ્કુલમાં એક શિક્ષિકા સંવેદનશીલ પદાર્થ લઈને આવી હોવાનો અને બાળકોને બચાવી લો તેવો ફોન કરીને પોલીસને ધંધે લગાવનાર મહારાષ્ટ્રના શખ્સને આખરે પોલીસે ઝડપી લઈને ધરપકડ કરી છે. આ કેસમાં પતિ-પત્ની વચ્ચેના પારિવારિક મનદુઃખમાં આવું કર્યું હોવાનું સામે આવ્યું છે.


નેહાબેન મહેતા નામના શિક્ષિકા તેની સાથે સવેદનશીલ પદાર્થ લઈને આવ્યા છે

જૂનાગઢમાં ગત તા.૪ ડિસેમ્બરના રોજ બપોરે ૧૨ કલાકે એક શખ્સે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને કહ્યું કે, સુખપુર પાસે આવેલી પોદાર ઇન્ટરનેશનલ સ્કુલમાં નેહાબેન મહેતા નામના શિક્ષિકા તેની સાથે સવેદનશીલ પદાર્થ લઈને આવ્યા છે, અને તેનાથી બાળકો જોખમમાં છે, બે વાગ્યા સુધીમાં બાળકોને બચાવી લેજો, આવો કોલ આવતાની સાથે જ પોલીસે વિવિધ ટીમો સાથે સ્કુલ ખાતે પહોંચી હતી, અને સર્ચ કરતા અંદરથી કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી ના હતા.

હેરાન કરવાના હેતુથી આ ફોન કર્યો હોવાનું જણાવ્યું

શિક્ષિકાની પૂછતાછમાં તેના પતિ રાજુ હેમારામ જહાંગીરનો આ નંબર હોવાનું અને પતિ-પત્ની વચ્ચે પારિવારિક ઝગડાના કારણે બને અલગ રહેતા હોય અને પતિ સામે ભરણપોષણનો કેસ પણ કર્યો છે, જેને લઈને હેરાન કરવાના હેતુથી આ ફોન કર્યો હોવાનું જણાવતા તાલુકા પોલીસમાં રાજુ હેમારામ જહાંગીર સામે ગુનો દાખલ કર્યો હતો, અને આખરે તેને પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી લઈને ધરપકડ કરી છે. તેના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

ફોન કરવાથી પત્નીને સ્કૂલમાંથી છુટા કરી દેશે તો બને સાથે રહી શકે તેવા હેતુથી ફોન કર્યો

પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપી રાજુએ પોલીસને જણાવ્યું કે, પત્ની સાથે પારિવારિક ઝગડાઓ થતા પત્ની જૂનાગઢ અને પોતે મહારાષ્ટ્રમાં રહેતો હોય અને આવી રીતે ફોન કરવાથી પત્નીને સ્કૂલમાંથી છુટા કરી દેશે તો બને સાથે રહી શકે તેવા હેતુથી ફોન કર્યો હોવાનું રટણ કરી રહ્યો છે.


આ પણ વાંચો----  Junagadhની ઠેસિયા ગાયનેક હોસ્પિટલની PNDT નોંધણી બે મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી

  • Follow us on: