જૂનાગઢની ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા આજે કોર્ટ સંકુલમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એક અજાણ્યા શખ્સ દ્વારા ઈમેઈલ મારફતે બપોરે 2:10 મિનિટે બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી, જેને પગલે સમગ્ર પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું.
ડિસ્ટ્રિક્ટ કોર્ટને ઉડાવી દેવાની મળી હતી ધમકી
ધમકીભર્યા મેઈલની જાણ થતા જ જૂનાગઢ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત SOG, BDS અને ડોગ સ્ક્વોડની ટીમો તાબડતોબ કોર્ટ સંકુલ પહોંચી ગઈ હતી. સુરક્ષાના ભાગરૂપે કોર્ટ સંકુલને ખાલી કરાવીને ખૂણેખૂણાની તપાસ હાથ ધરવામાં આવી હતી. અંદાજે ત્રણ કલાક સુધી ચાલેલી આ સઘન તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી.













