કમનસીબે, જે ઘોડામાં આ રોગની પુષ્ટિ થઈ હતી તેનું ગત ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ મૃત્યુ નીપજ્યું છે, ગ્લેન્ડર્સ એ બેક્ટેરિયાથી થતો ગંભીર રોગ છે, જે માત્ર ઘોડાઓ માટે જ નહીં પરંતુ માણસો માટે પણ એટલો જ જોખમી છે. આ એક 'ઝૂનોટિક' રોગ હોવાથી તે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાઈ શકે છે.
તમામ અશ્વોનું સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે
જેને ગંભીરતાથી લઈને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી પગલાં લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ રોગના મુખ્ય લક્ષણોમાં ઘોડાને સતત તાવ રહેવો, શરદી અને ન્યુમોનિયા જેવી અસર થવી તેમજ શરીરની ત્વચા પર નાની ગાંઠો નીકળવી અને નાકમાંથી લાળ કે રસી પડવાનો સમાવેશ થાય છે. આ પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પશુપાલન વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારના ૧૦ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા તમામ અશ્વોનું સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે.













