રંગોના પર્વ ધુળેટીની ઉજવણી દરમિયાન મહેસાણાના કડીમાં એક દુખદ અકસ્માત સર્જાયો છે. કડીના થોળ રોડ પર આવેલી અને સિંધવાઈ માતાજીના મંદિરની બાજુમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલને અડીને આવેલી માઇનોર કેનાલમાં એક યુવકનું ડૂબી જવાથી મોત થયું છે.
લોકોએ બચાવવા પ્રયાસ કર્યા
ઘટનાની મળતી માહિતી અનુસાર, યુવક સવારથી જ મિત્રો અને પરિવાર સાથે ધુળેટી રમી રહ્યો હતો. રંગોથી રમી લીધા બાદ શરીર સાફ કરવા અને ન્હાવા માટે તે કેનાલ પર ગયો હતો. માઇનોર કેનાલમાં ન્હાવા પડતી વખતે અચાનક પાણીના પ્રવાહમાં યુવકનો પગ લપસ્યો હતો. યુવકને ઊંડાઈનો અંદાજ ન આવતા તે ડૂબવા લાગ્યો હતો. આસપાસના લોકોએ બચાવવા પ્રયાસ કર્યા હતા, પરંતુ યુવક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.













