મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બોરીસણા ગામ નજીકથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
પાવર સ્ટેશન નજીકથી મળ્યો મૃતદેહ
ઘટનાની મળતી માહિતી અનુસાર, બોરીસણા ગામની સીમમાં આવેલી મુખ્ય નર્મદા કેનાલ પરના પાવર સ્ટેશન પાસે એક મહિલાનો મૃતદેહ તરતો હોવાનું સ્થાનિકોના ધ્યાને આવ્યું હતું. આ અંગે તાત્કાલિક સ્થાનિક તરવૈયાઓને જાણ કરવામાં આવી હતી. તરવૈયાઓએ ભારે જહેમત બાદ મહિલાના મૃતદેહને પાણીની બહાર કાઢ્યો હતો અને કડી પોલીસને આ અંગે જાણ કરી હતી.













