છેલ્લા 15 દિવસથી ચીખલોડ ગામના ગ્રામજનો કપડવંજ તાલુકામાં ગામને યથાવત રાખવા માટેની માગ કરી રહ્યા છે. ચીખલોડનો નવરચીત ફાગવેલ તાલુકામાં સામેલ કરવામાં આવ્યો અને તાલુકાનું મથક ફાગવેલ રાખવાની જાહેરાત કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.


છૂટુ ના પાડો, છૂટુ ના પાડો, ચીખલોડને કપડવંજમાંથી છુટુ ના પાડો

“છૂટુ ના પાડો, છૂટુ ના પાડો, ચીખલોડને કપડવંજમાંથી છુટુ ના પાડો” નો નારો ગામમાં ગુંજી રહ્યો છે. ચીખલોડ ગામના લોકોનો દાવો છે કે કપડવંજ સમૃદ્ધ શહેર છે અને અહીં તમામ જરૂરી સેવાઓ ઉપલબ્ધ છે, તેથી ગામને કપડવંજમાં જ રાખવું યોગ્ય રહેશે.

 ભાજપની 100થી વધુ મહિલાઓએ કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો

12 દિવસ પહેલાં ચીખલોડની ભાજપની 100થી વધુ મહિલાઓએ કચેરીમાં હલ્લાબોલ કરીને પ્રમુખ જે.કે. પરમારના ટેબલ પર ખેસ મૂકી દીધા હતા. મહિલાઓએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં ફાગવેલ તાલુકામાં સમાવેશ કરવાના નિર્ણયને બદલીને ચીખલોડને કપડવંજમાં જ રાખવાની ઉગ્ર માંગણી હતી. તેમણે ચૂંટણી અને ટેક્ષના બહિષ્કારની ચીમકી પણ આપી હતી..


આ પણ વાંચો----    Ahmedabad : ગૌ હત્યા અને હેરાફેરી સામે કાયદો પણ ગૌવંશને કતલખાને લઇ જનારા તત્વો બેફામ, જાણો ગૌવંશ હત્યાનો કાયદો કેટલો કડક છે


  • Follow us on: