જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં આજે સેન્ટ્રલ જીએસટી (CGST) વિભાગ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી છે. જે કારણે સોની બજારમાં ભારે હલચલ મચી ગઈ છે. ટેક્સ ચોરીની શંકાના આધારે જીએસટી વિભાગના અધિકારીઓએ કેશોદ શહેરના નામાંકિત જ્વેલર્સ પર સપાટો બોલાવ્યો છે, જેના કારણે અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.
એ.જે. અને ધકાણ જ્વેલર્સ પર તપાસનો ધમધમાટ
મળતી માહિતી અનુસાર, કેશોદની સોની બજારમાં આવેલી 'એ.જે. જ્વેલર્સ' અને 'ધકાણ જ્વેલર્સ' પર જીએસટી વિભાગની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અધિકારીઓ દ્વારા જ્વેલર્સના હિસાબી ચોપડા, સ્ટોક રજિસ્ટર અને બિલિંગ દસ્તાવેજોની જીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને કાચા બિલ અને ટેક્સ ભર્યા વગરના વ્યવહારો પર વિભાગની બાજ નજર હોવાનું માનવામાં આવી રહ્યું છે.













