સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના આગિયામાં હોળીની અનોખી પંરપરા છે. અહી ધગધગતા અંગારા પર લોકો ઉઘાડા પગે ચાલે છે અને અંગારા પર ચાલવા છતાં કોઇ દાઝતા ન હોવાનો દાવો કરાયો છે. આ ચમત્કાર પાછળ હોલિકાદેવીનો પ્રતાપવાની માન્યતા છે.


પાંડવકાળથી ચાલતી અંગારાં ઉપર ચાલવાની પરંપરા

સમગ્ર વિશ્વમાં હોળીનો પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે ખેડબ્રહ્માના આગિયામાં અનોખી હોળીનું દ્રશ્ય જોવા મળે છે. વનવાસી વિસ્તારમાં પાંડવકાળથી ચાલતી અંગારાં ઉપર ચાલવાની પરંપરા આજે પણ યથાવત છે.

અદ્દભુત શ્રદ્ધા અને વિશ્વાસ

હોલિકા દહન બાદ ધગધગતા અંગારાં પર લોકો ઉઘાડા પગે નિર્ભયતાથી ચાલે છે.અંગારાંની જ્વાળાઓ વચ્ચે ચાલતા ભક્તોમાં અદ્દભુત શ્રદ્ધા અને વિશ્વાસ જોવા મળે છે.

હોલિકા દેવીનો પ્રતાપ માનવામાં આવે છે

અંગારાં પર ચાલ્યા છતાં કોઈને ઈજા ન થતી હોવાનો દાવો સ્થાનિકો કરે છે.સ્થાનિકોના માનવા મુજબ આ ચમત્કાર પાછળ હોલિકા દેવીનો પ્રતાપ માનવામાં આવે છે.

અંગારાં પર ચાલવાની પ્રતિજ્ઞા સાથે અહીં પહોંચે છે.

આ અનોખી પરંપરા જોવા માટે રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો ઉમટી પડે છે..હજારો લોકો માનતાઓ પૂર્ણ કરવા અને અંગારાં પર ચાલવાની પ્રતિજ્ઞા સાથે અહીં પહોંચે છે....

અનોખી હોળી આજે પણ લોકોમાં ભારે કુતૂહલ જગાવે છે.

અંગારાંની ગરમી વચ્ચે ભક્તોના ચહેરા પર અડગ આસ્થા અને ઉત્સાહ છલકાય છે.શ્રદ્ધા, પરંપરા અને રોમાંચથી ભરપૂર આગિયાની આ અનોખી હોળી આજે પણ લોકોમાં ભારે કુતૂહલ જગાવે છે.


આ પણ વાંચો----    Gandhinagar : પ્રદેશ ભાજપે મોરચા પ્રભારીઓના નામની કરી જાહેરાત, ઘણા જૂના નેતાઓને પ્રભારી બનાવવામાં આવ્યા

  • Follow us on: