નાતાલના મીની વેકેશન કારણે કચ્છમાં દેશ-વિદેશનાં લાખો સહેલાણીઓ ઉમટી પડ્યાં છે. સફેદ રણથી લઈ છેક લખપત સુધી સર્વત્ર પ્રવાસીઓની ભીડ દેખાઈ છે. જિલ્લાનું મુખ્ય મથક ભુજ જાણે કે કોઈ ફેમસ ડેસ્ટીનેશન બની ચુક્યું છે


કચ્છ ટૂરીસ્ટ ડેસ્ટીનેશનમાં ફેરવાઈ ગયું

નાતાલના વેકેશન સાથે કચ્છના પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે. ભુજમાં આવેલ પ્રાગમહેલ, આયનામહેલ, મ્યુઝીયમ, છતરડી તેમજ સ્વામીનરાયણ મંદિર સહિતના સ્થળોએ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે. નાતાલના વેકેશન સાથેજ કચ્છ ટૂરીસ્ટ ડેસ્ટીનેશનમાં ફેરવાઈ ગયું છે.

સર્વત્ર પ્રવાસીઓની ભીડ

કચ્છ પ્રવાસન સ્થળ તરીકે જાણીતું બન્યું છે. દર વર્ષે દેશ વિદેશમાંથી લાખો પ્રવાસીઓ કચ્છ પર્યટન સ્થળોની મુલાકાત લઇ રહ્યા છે. માંડવીનો બીચ હોય કે માતાના મઢ- નારાયણ સરોવર-કોટેશ્વર કે લખપત સર્વત્ર પ્રવાસીઓની ભીડ જોવા મળે છે....

અનેક ઐતિહાસિક સ્થળોની મુલાકાત

કચ્છનાંરાજાશાહી યુગની પ્રાચીન વિરાસતને સાચવી રહેલાં આયના મહેલ તેમજ પ્રાગમહેલ જોવા લાખો પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી પડ્યું છે , કચ્છમાં આવતા પ્રવાસીઓ કચ્છના સફેદ રણ, માંડવી બીચ, વિજય વિલાસ પેલેસ, નારાયણ સરોવર, કોટેશ્વર, માતાનામઢ , તેમજ ભુજમાં આવેલા સ્વામીનારાયણ મંદિર, આયના મહેલ,પ્રાગમહેલ, મ્યુઝીયમ જેવા અનેક એતિહાસિક સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે.

કચ્છ નહીં દેખાતો કુછ નહીં દેખા..

આમ તો કચ્છ પહેલાંથી દેશ વિદેશનાં પ્રવાસીઓને આકર્ષતું આવ્યું છે પરંતુ, રાજ્યના પ્રવાસન વિભાગના પ્રયાસો અને અમિતાભ બચ્ચનની ખુશ્બુ ગુજરાતની એડ ફિલ્મે પ્રવાસીઓમાં રીતસરનું આકર્ષણ સર્જ્યું છે. કચ્છમાં આવતા પ્રવાસીઓની સખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. નાતાલના મીની વેકેશન સાથેજ કચ્છના પ્રવાસન સ્થળો પ્રવાસીઓ ઉભરાઈ રહ્યા છે. કચ્છની મુલાકાતે આવેલા પ્રવાસીઓ સાથેજ કહી રહ્યા છે કે કચ્છ નહીં દેખાતો કુછ નહીં દેખા..


આ પણ વાંચો----   Gujarat Flashback 2025 : ગુજરાત નકલી પોલીસના કેસમાં દસમા ક્રમે, વીતેલા વર્ષે 37 થી વધુ નકલી પોલીસ ઝડપાયા

  • Follow us on: