પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરનાર એક રીઢા ઠગને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમે ફારૂક હુશેન સમા નામના શખ્સને છેતરપિંડીના સાહિત્ય સાથે ઝડપી પાડી તેના કાળા કારનામાનો પર્દાફાશ કર્યો છે.


સોશિયલ મીડિયા પર આરોપી કરતો હતો પ્રમોશન

આરોપી ફારૂક સોશિયલ મીડિયા પર ખોટા આઈડી બનાવી લોકોને સસ્તું સોનું આપવાની તેમજ એકના ત્રણ ગણા રૂપિયા કરી આપવાની લાલચ આપતા વીડિયો અપલોડ કરતો હતો. ભોળા નાગરિકોને પોતાની જાળમાં ફસાવવા માટે તે સોશિયલ મીડિયાનો હથિયાર તરીકે ઉપયોગ કરતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી ત્યારે તેની પાસેથી રોકડ રકમ, 'ચિલ્ડ્રન બેન્ક ઓફ ઈન્ડિયા' લખેલી નકલી નોટો, નોટના કદના કાપેલા કોરા કાગળો અને ગુનામાં વપરાતો મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

એકના ત્રણ ગણા રૂપિયા કરવાની આપી હતી લાલચ

આ આરોપી વિરુદ્ધ ભુજ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ શખ્સે અત્યાર સુધી કેટલા લોકોને પોતાની જાળમાં ફસાવ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: