પૂર્વ કચ્છમાં ગુનાખોરી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ સતત સક્રિય છે. તાજેતરમાં LCBની ટીમ દ્વારા સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રેડ કરવામાં આવી છે. છળકપટ અને ચોરીની પદ્ધતિથી મેળવવામાં આવેલા ગેરકાયદે ડીઝલના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવામાં મોટી સફળતા મેળવી છે.
બાતમીના આધારે સફળ રેડ કરાઈ
લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પૂર્વ કચ્છ ગાંધીધામની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, સામખિયાળી વિસ્તારમાં કેટલાક શખ્સો દ્વારા ચોરી કે છળકપટથી મેળવેલા ડીઝલનો વેપલો કરવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે ટીમે વોચ ગોઠવી તપાસ હાથ ધરતા શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી 180 લીટર ડીઝલનો જથ્થો જપ્ત કર્યો હતો, જેની બજાર કિંમત આશરે રૂપિયા 15,300 જેટલી થાય છે.













