કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં પોલીસ પ્રશાસન દ્વારા ભૂમાફિયાઓ અને અસામાજિક તત્વો વિરુદ્ધ કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તાલુકાના સુખપર (વિરાણી) ગામે સરકારી જમીન પર વર્ષોથી જમાવેલું ગેરકાયદેસર દબાણ પોલીસ અને વહીવટી તંત્રએ સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને દૂર કર્યું છે. આ દબાણ કુખ્યાત આરોપી વાઘજી મૂળજી પારધી દ્વારા કરવામાં આવ્યું હતું. આરોપીએ સુખપર ગામની કિંમતી સરકારી જમીન પચાવી પાડી હતી.


આરોપી વાઘજી પારધીના ગેરકાયદે દબાણ દૂર

નખત્રાણા પોલીસે આ અસામાજિક તત્વ વિરુદ્ધ કડક વલણ અપનાવીને દબાણ તોડી પાડવાની કાર્યવાહી કરી હતી. આ કામગીરીથી સમગ્ર પંથકમાં દબાણ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ અને મહેસૂલ વિભાગની ટીમે જેસીબી મશીનોની મદદથી કુલ 3 એકર જમીન પરના ગેરકાયદેસર બાંધકામો અને દબાણો દૂર કર્યા હતા. તંત્રના જણાવ્યા અનુસાર, ખુલ્લી કરાવવામાં આવેલી આ સરકારી જમીનની અંદાજિત કિંમત રૂ.6,55,614 જેટલી થાય છે.

નખત્રાણા સુખપર ગામે ગેરકાયદે દબાણ દૂર

નખત્રાણા પોલીસની આ સફળ કામગીરીને પગલે સ્થાનિક રહીશોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. પોલીસ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ સરકારી જમીન પચાવી પાડનારા તત્વો સામે આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રહેશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: