મહેસાણા જિલ્લા પોલીસ બેડામાં ફરી એકવાર મોટો ફેરફાર થતાં હડકંપ મચી ગયો છે. થોડા દિવસો પહેલા જ મહેસાણા જિલ્લા પોલીસવડા દ્વારા 749 પોલીસકર્મીઓની સામૂહિક બદલી કરવામાં આવી હતી અને હવે અચાનક પાંચ પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરી દેવાતાં પોલીસ બેડામાં ચર્ચાનો માહોલ છે.


અચાનક જ પાંચ પી.આઈ.ની બદલી કરાઈ 

 બદલી પામેલા PI અધિકારીઓમાં સમાવેશ થાય છે; કે. કે. ચૌધરી, વી. આર. ચાવડા, ડી. આર. રામ, એસ. જી. શ્રીપાલ, એમ. એમ. વીરચંદ. આ પાંચેય PI અધિકારીઓની મહેસાણા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો અને શાખાઓમાં બદલી કરવામાં આવી છે. આટલા ટૂંકા ગાળામાં મોટા પાયે બદલીઓ થવાથી જિલ્લા પોલીસ તંત્રમાં અનેક અટકળો ચાલી રહી છે. બદલીઓ પાછળ વહીવટી કારણો છે કે અન્ય કોઈ ઉદ્દેશ, તે અંગે હાલમાં કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: