મહેસાણા દૂધ ઉત્પાદક સંઘના નિયામક મંડળની ચૂંટણી માટેની ઉમેદવારી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા આજે પૂર્ણ થઈ છે. કુલ 15 ડિરેક્ટરોની બેઠકો માટે 63 ઉમેદવારોએ 66 ફોર્મ ભર્યા છે. બપોરે 3 વાગ્યા સુધી ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી. આ ચૂંટણીમાં ઉમેદવારોએ બે જુદા-જુદા મંડળોમાં ફોર્મ ભર્યા છે: 11 મતદાર મંડળોમાં 42 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.


આજે ફોર્મ સ્વીકારવાની અંતિમ તારીખ હતી

દૂધના જથ્થા પ્રમાણેના 4 મંડળોમાં 21 ઉમેદવારો મેદાનમાં છે. કુલ 15 બેઠકો માટે 63 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા હવે ખરાખરીનો જંગ જોવા મળશે. ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે આગામી તબક્કામાં ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયા બાદ કેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: