મહેસાણા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા તેમજ ગુનેગારો પર લગામ કસવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. ડીવાયએસપી (DySP) સહિત સિટી બ્રાંચના પીઆઈ અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો એકસાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.


જ્વેલરી માર્કેટમાં એલર્ટ અને સંવાદ

આ વિશેષ ઝુંબેશ અંતર્ગત પોલીસ કાફલાએ ખાસ કરીને શહેરના મુખ્ય જ્વેલરી માર્કેટ સહિતના વેપારી વિસ્તારોની મુલાકાત લીધી હતી. કિંમતી જણસોનો વેપાર કરતા વેપારીઓની સુરક્ષા માટે પોલીસ અહીં હાઈ એલર્ટ પર જોવા મળી હતી. અધિકારીઓએ સ્થાનિક વેપારીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો અને દુકાનોમાં ફરજિયાત સીસીટીવી (CCTV) કેમેરા લગાવવા માટે ખાસ અપીલ કરી હતી.

ટ્રાફિક અને શંકાસ્પદો સામે કડક ચેકિંગ

પોલીસે નંબર પ્લેટ વગરના અને કાચ પર કાળા ફિલ્મ લગાવીને ફરતા વાહનો સામે કડક ચેકિંગ હાથ ધરી દંડનીય કાર્યવાહી શરૂ કરી છે. આ ઉપરાંત, રાત્રિના સમયે નશાની હાલતમાં વાહન ચલાવનારા તેમજ ગેરકાયદેસર હથિયારો રાખતા શંકાસ્પદ ઈસમો વિરૂદ્ધ કાયદાના કડક હાથે પગલાં લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ કામગીરીથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: