મહેસાણા જિલ્લામાં રૂપિયા 10.86 લાખનું 108.660 ગ્રામ ડ્રગ્સ સાથે ત્રણ ઝડપાયા છે અને ડ્રગ્સ સાથે ઝડપાયેલા ત્રણે ઈસમો મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને પોલીસે એક ટ્રેન ટીકીટ અને 4 મોબાઈલ સાથે કુલ 11.18 લાખનો મુદ્દામાલ ઝડપ્યો છે, એસએમસીએ બાતમીના આધારે આ શખ્સોને ડ્રગ્સ સાથે ઝડપ્યા છે.
મહેસાણાના કડીમાં રીક્ષામાં ફરીને ડ્રગ્સનું વેચાણ કરતા 2 શખ્સો 6 ઓગસ્ટ 2025ના રોજ ઝડપાયા હતા
મહેસાણાના કડીમાંથી ફરી મેકેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે, કરણનગર ફાટકથી રિધમ હોસ્પિટલ રોડ પરથી આ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે, ઝઢપાયેલા બન્ને આરોપી કલોલના છે અને કલોલથી કડી ડ્રગ્સ વેચવા માટે આવ્યા હતા, પોલીસને બાતમી મળતા બન્નેને ઝડપી પાડયા છે અને એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.













