મહેસાણા જિલ્લા પોલીસ બેડામાં હડકંપ જોવા મળ્યો છે, જિલ્લા પોલીસ વડાએ એક સાથે 747 પોલીસકર્મીઓની બદલીઓ કરી છે અને એક સાથે 747 પોલીસકર્મીઓની બદલીઓએ ચર્ચા જગાવી છે, અનેક વિવાદો વચ્ચે મોટી સંખ્યામાં બદલીઓથી હડકંપ મચ્યો છે અને હાલમાં મહેસાણા જિલ્લામાં SMC દ્વારા પકડેલા દારૂ મામલે વિવાદ ચાલી રહ્યો છે, દારૂના વિવાદ વચ્ચે સાગમટે પોલીસકર્મીઓની બદલીઓથી કહી ખુશી કહી ગમનો માહોલ છે.


3 દિવસ અગાઉ વિસનગર પોલીસ સ્ટેશનમાં પણ બદલી કરાઈ હતી 5 પોલીસકર્મીની

મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષકે વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પાંચ પોલીસકર્મીની બદલી કરી હતી અને નવા 3 પોલીસકર્મીઓને વિસનગર પોલીસ સ્ટેશન મૂકવામાં આવ્યા છે, ચાર પોલીસ કોન્સ્ટેબલની પણ બદલી થઈ છે. પો.કો. રાજુભાઈ વજાભાઇને સાંથલ પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે પો.કો. મનોજકુમાર સાહેબરાવ, પો.કો. કલ્પેશકુમાર મનુભાઈ અને પો.કો. મયુરધ્વજસિંહ જોરાવરસિંહની બદલી હેડ ક્વાટર્સ, મહેસાણા ખાતે કરવામાં આવી છે.


  • Follow us on: