મહેસાણા જિલ્લાની પ્રતિષ્ઠિત ખેરાલુ નાગરિક સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. આવતીકાલે યોજાનાર બેંકની ચૂંટણી પર નામદાર હાઈકોર્ટે છેલ્લી ઘડીએ સ્ટે (સ્થગિતતા) આપતા ચૂંટણી પ્રક્રિયા બીજી વખત મોકૂફ રાખવાની ફરજ પડી છે.
સત્તાનો જંગ અને કાનૂની અવરોધ
ખેરાલુ નાગરિક બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની કુલ બેઠકો માટે આ વખતે 'વિકાસ પેનલ' અને 'પરિવર્તન પેનલ' વચ્ચે સીધો જંગ જામ્યો હતો. બંને પેનલના ઉમેદવારોએ જોરશોરથી પ્રચાર પણ શરૂ કરી દીધો હતો. જોકે, મતદાનના બરાબર એક દિવસ પહેલા હાઈકોર્ટે સ્ટે આપતા ઉમેદવારો અને મતદારોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.













