ખેરાલુ શહેરમાં પ્રેમ પ્રકરણને લઈ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવતી સાથે ફરતો હોવાને કારણે કેટલાક અજાણ્યા શખ્સોએ યુવક પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.


રિક્ષામાં યુવકનું અપહરણ કરી તેને ઢોર માર માર્યો

માહિતી મુજબ, આરોપીઓએ રિક્ષામાં યુવકનું અપહરણ કરી તેને ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં, મારમારી બાદ યુવકને રસ્તા પર ઘસેડવામાં આવ્યો હોવાના આરોપો છે. ઘટનાના પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

યુવકને ગંભીર ઈજા

હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પોલીસમાં ગુનો નોંધાયો

પોલીસે આ મામલે અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો-----     Gujarat BJP ના નેતાઓને નીતિન નવિનનો ફટકાર, જિલ્લામાં જઈને ન્યાયની વાત કરો છો અને તમારા જિલ્લામાં તમારા માણસો સેટ કરી દો છો

  • Follow us on: