મહેસાણાના બાદલપુરનો એક પરિવાર લિબિયામાં બંધક બન્યાની ચિંતાજનક ઘટના સામે આવી છે. વડોદરાના વિઝા અને વિદેશ ટ્રાવેલ ક્ષેત્રના નિષ્ણાત દિવ્યાંગ ગાંધીના જણાવ્યા મુજબ, આ સતત બીજી ઘટના છે. અગાઉ મહેસાણાના એક બીજા પરિવાર સાથે પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી


વિશ્વાસુ એજન્ટની મદદ લેવી ખૂબ જ જરૂરી છે

દિવ્યાંગ ગાંધી જણાવે છે કે લોકો વિદેશ જવાનું ઈચ્છતા હોય ત્યારે વિશ્વાસુ એજન્ટની મદદ લેવી ખૂબ જ જરૂરી છે. લેભાગુ એજન્ટ કોઈપણ સોર્સ પરથી લોકોને લઈ જવા તૈયાર રહે છે, અને વિદેશ જવા ઇચ્છનાર લોકો એમની પાસે જતાં હોય છે, તેમ તેમણે જણાવ્યું.

કેટલીકવાર ખંડણી માગવામાં આવે છે

તેમનો જણાવ્યા મુજબ, એજન્ટ પોતાના સોર્સ તરીકે નાણાંકીય રીતે સદ્ધર પરિવારો પસંદ કરે છે. ત્યારે કેટલીકવાર ખંડણી અથવા અન્ય આર્થિક માંગણીઓ અચાનક ઉભી થઈ જાય છે, જે આવા પરિવારો માટે ભારે જોખમ ઊભું કરે છે. વિઝા અને વિદેશ યાત્રા કરતાં લોકો માટે વિશ્વાસુ એજન્ટની પસંદગી પર વિશેષ ધ્યાન આપવાની સલાહ ગાંધી દ્વારા અપાઇ છે

દુબઇના એજન્ટોએ 1 કરોડની ખંડણી માગી

ઉલ્લેખનિય છે કે આ ઘટનામાં બાદલપુરથી અમેરિકા જવા પરિવાર નીકળ્યો હતો અને તેને બંધ બનાવવામાં આવ્યો છે. તેમના પરિવારે આજે સરકારની મદદ માગી હતી. પરિવાર પાસેથી દુબઇના એજન્ટોએ 1 કરોડની ખંડણી માગી હોવાની જાણકારી મળી રહી છે આ દંપતી અને તેમની ત્રણ વર્ષની બાળકી દુબઇથી પોર્ટુગલ જવા નિકળ્યા હતા પણ એજન્ટોએ તેમને લિબીયા મોકલી દઇ ત્યાં બંધક બનાવી દીધા હોવાનું બહાર આવ્યું છે.


આ પણ વાંચો----  Gujarat Flashback 2025 : રાજ્યમાં સાયબર માફિયાઓનો આતંક, વીતેલા 9 મહિનામાં જ નોંધાઇ 1.42 લાખ ફરિયાદો


  • Follow us on: