મોરબીમાં છેલ્લા બે વર્ષથી કાનૂની વિવાદમાં રહેલી એક ગેરકાયદેસર દરગાહને આજે તોડી પાડવામાં આવી છે. આ દરગાહ શહેરના ઐતિહાસિક અને પ્રખ્યાત મણિ મંદિર પાસે આવેલી હતી. લાંબા સમયથી હિન્દુ સંગઠનો દ્વારા આ ગેરકાયદે બાંધકામ દૂર કરવાની માંગણી કરવામાં આવી રહી હતી. આ માંગણી બાદ તંત્ર દ્વારા દરગાહની કાયદેસરતા (વૈધતા) અંગે તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેના અંતે તેને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


ડીમોલિશનને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરતા, આજે વહેલી સવારથી જ ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોરબી શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સંવેદનશીલ સ્થળ હોવાને કારણે પોલીસની મોટી ટુકડી અને અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા. શાંતિપૂર્ણ માહોલમાં આ વિવાદિત ગેરકાયદે બાંધકામને દૂર કરવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. આ નિર્ણયથી મોરબીમાં લાંબા સમયથી ચાલી રહેલા ધાર્મિક સ્થળ સંબંધિત વિવાદનો અંત આવ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: